દીકરી એટલે
પિતાનો શ્વાસ અને વિશ્વાસ . . .
ઘેર દીકરી નો
જન્મ થવો એટલે પિતા માટે ખુબ જ નસીબ ની વાત
કહેવાય. જે માણસ ના જીવન માં અને ઘરમાં દીકરી હોય એ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ કહેવાય. દરેક બાપ પોતાની
દીકરી ને સારા સંસ્કાર અને શિક્ષા આપે છે. કોઈ પણ છોકરી સૌથી વધુ જો કોઈ માણસ પર વિશ્વાસ
કરે તો એ એના પિતા પર કરે કારણ કે એને ખબર છે દુનિયા માં આ એકમાત્ર માણસ છે જે
ક્યારેય એને દુઃખી નહી કરે. પિતા માટે તો દીકરી એનો શ્વાસ હોય છે કામ પર થી
ઘેર આવે પિતા તયારે સૌપ્રથમ દીકરી ને વહાલ કરે. પિતા એની દીકરી ને
વિશ્વાસ નો સહારો આપે એટલે દીકરી માટે હિરો કહેવાય પિતા. દુનિયા નો સૌથી મીઠો સબંધ
એ પિતા અને દીકરી વચ્ચે નો છે. દીકરી ના પગનાં ઝાંઝર નો અવાજ સાંભળીને પિતા
ને સ્વર્ગ જેવી ખુશી મળે. કહેવાય છે ને, કે દીકરીઓ તો ઘર ને
સ્વર્ગ બનાવી નાખે. દરેક પિતા નું સૌથી મોટું સપનું એ જ હોય કે એની
દીકરી ખુશ રહે એને એવો જીવનસાથી મળે જે એની જેમ જ ખુશ રાખે સંભાળ રાખે અને રક્ષણ
કરે. દીકરી એના પિતા ને ખુબ જ પ્રેમ કરતી હોય તો પણ એના જીવનમાં એક સમય એવો આવે કે
જયારે એને પિતા નું ઘર મુકીને પતિ ના ઘેર જવું પડે. કહેવાય છે ને આંસુ અને
દીકરી સરખા જ છે બાપ માટે, “આંખે આવે છે આંસુ વહી જવા માટે તો દીકરી પણ
ક્યાં આવે છે રહી જવા માટે” દીકરી ની વિદાય સમય એ પિતા ના આંખ માં આંસુ આવે
છે એ ખુશી ના પણ હોય છે અને દુઃખ ના પણ કેમ કે, દીકરી ઘર મુકીને જતી હોય
છે એનુ દુઃખ પણ એને જીવનસાથી મળી ગયો નવું પરિવાર મળી ગયું નવું ઘર મળી ગયું એની
ખુશી હોય છે. દીકરી ના લગ્ન ના દિવસે કન્યાદાન આપી ને પિતા નો સૌથી મોટી ફરજ પુરી થાય છે
સપનું પૂરુ થાય છે. દીકરી તો પિતા ની એન્જલ કહેવાય, ઘર ની લક્ષ્મી
કહેવાય હિંદુ ધર્મ અનુસાર દીકરી તો દેવી કહેવાય.
અંત માં હું એ જ
કહીશ આજના એબોર્શન કરાવનાર યુગલો ને કે શુકામ ડરો છો દીકરી ને જન્મ આપતા અરે આ તો
આવનાર ભવિષ્ય છે. મહેરબાની કરી ને એબોર્શન જેવા પાપ ન કરો દીકરી
ને જન્મ આપો તમને પત્ની જોઈએ, માં જોઈએ, બહેન પણ જોઈએ તો પછી
દીકરી શુકામ નહી? દીકરી આવશે તો જ આવનાર ભવિષ્ય માટે માં, બહેન અને પત્ની
મળશે.
દીકરી ને પ્રેમ
કરો, વિશ્વાસ રાખો એની ખુશી સમજો તો દુનિયા નું સૌથી પુણ્ય નું કામ કર્યું કહેવાશે. દીકરી નો જન્મ એ
ભગવાન ના આશીર્વાદ મળ્યા જેવી વાત થઇ કહેવાય . . . 😊
- HARSH DESAI FILMY . . .